0
Days
લગભગ 1500 વર્ષ પહેલાં રાજસ્થાનના જેસલમેર વિસ્તારના એક ગામમાં બ્રાહ્મણ પરિવાર રહેતો હતો. એ બ્રાહ્મણનું નામ વિદ્યા ગોર હતું. એમના પરિવારમાં એક દીકરી જેનું નામ લાખુ અને એક દીકરો જેનું નામ લક્ષ્મણ હતું. આખા ઘરનું વાતાવરણ ધાર્મિક વિચારોવાળું હતું. એમની દીકરી લાખુ તેના પિતા સાથે પ્રાતઃ કાળે વહેલા ઊઠી નિત્યકર્મ પરવારી શિવપૂજા અને આરતીમાં જતી રહેતી. લાખુ પોતે સાક્ષાત દેવી સ્વરૂપ દિવ્ય લાગતાં. શિવપૂજા બાદ તેઓ કંઇપણ આહાર આરોગતા એવો એમનો નિયમ હતો. લાખુ નિત્ય ગાયના દૂધથી પૂજા કરતી હતી. સમય વિતતા લાખુ 15 વર્ષની થઈ. એક દિવસની વાત છે.
ગાયો સવાર સુધી ચરીને પરત ન આવતા લાખુ આકુળ-વ્યાકુળ થઈ ગઈ. ગાયની ચિંતામાં એણે નાના ભાઈ લક્ષ્મણને સાદ કર્યો, “વીરા ગાયો આવી નથી તો સવારની શિવ પૂજામાં વિલંબ થાય છે તો એને શોધીને લાવ.” ત્યારબાદ આખી સવાર ગાય શોધ્યા બાદ એને ગાય એક જગ્યાએ મૃત હાલતમાં મળી. એક શિકારીએ એને રોજડું સમજીને શિકાર કર્યો હતો. એ લક્ષ્મણ એને જોઈને સમજી ગયો. ઘરે આવીને આખી સ્થિતિનું લાખુ પાસે વર્ણન કર્યું. લાખુ તો ચોધાર આંસુએ રડવા લાગી. એ પૂજા કર્યા વિના અન્ન આરોગત ન હતા એટલે હવે એમનો વ્રતભંગ થયો. ઘડીભરનો પણ વિચાર કર્યા વગર એમણે ગાય પાછળ સતી થવાનો નિર્ધાર કર્યો.
પ્રાર્થના: "યા દેવી સર્વભૂતેષુ માતૃ રૂપેણ સંસ્થિતા નમસ્તસ્યૈ નમસ્તસ્યૈ, નમઃ સ્તસ્યૈ નમો નમ:।"
TEL: +91 94260 38888 & +91 99242 14042